બુધવાર, 27 એપ્રિલ, 2011

દિલ


સાંચવી રાખેલુ દિલ આજ કામ આવ્યુ,
જેનુ હતુ એ દિલ તેનુ ફરી નામ આવ્યુ,

રુઝાતા હતા લાગેલા ઉંડા ઝખમો તેને,
ફરી નયનોના બાણો થકી ઇનામ આવ્યુ,

ઉમ્મીદોની પાળો પણ તો તુટી ગયેલી,
આશા જગાડતુ એ કિરણ નાકામ આવ્યુ,

અમાનતની જેમ ન ભુલી શકાયુ ક્યારેય,
વિતેલી યાદોનુ વાવાઝોડુ બેફામ આવ્યુ,

હશે તેને પણ આપવાની પરિક્ષા કોઇ,
પણ પ્રશ્નપત્ર સૌ સમક્ષ ખુલેઆમ આવ્યુ,

હોય ગમે તેવુ, પણ કહે છે દિલ-દરિયો,
એ દરિયે ભયંકર સુનામી સરેઆમ આવ્યુ.

નીશીત જોશી

ખબર ન હતી


નીકળી જશો આમ જીવનથી તે ખબર ન હતી,
બનશે બધુ આમ જીવનમા તે ખબર ન હતી,

કરતા હતા બેહદ પ્રેમ જે એકબીજાને હ્રદયથી,
તરછોડાશે તે પ્રેમ જીવનમા તે ખબર ન હતી,

પલ્લુમા સંતાડી રાખતા હર હમેંશ દુનીયાથી,
અભડાશે તે પલ્લુ જીવનમા તે ખબર ન હતી,

કિનારે બેસી, કરતા રહેતા ગુફ્તગુ પ્રેમાળ જે,
પાળો પડશે સુની જીવનમા તે ખબર ન હતી,

જગની નાનીસુની વાતને ગણકારતા ન હતા,
રાય બનશે પહાડ જીવનમા તે ખબર ન હતી,

પરસ્પર એકબીજામા સમાય જઇને કર્યો પ્રેમ,
પ્રેમે આવશે ઇલ્જામ જીવનમા તે ખબર ન હતી.

નીશીત જોશી

क्या यह सब दिन जा रहे है

व्वल्ला ! क्या यह सब दिन जा रहे है,
अंजुमनमें काले बादलो के ढेर छा रहे है,

सुबह की खुशनुमा हवा दुर हो चली,
वादियोमे प्रद्युषणके प्रवाह प्रसरे जा रहे है,

नदिया जो कभी रहती थी पतित पावन,
देखो तो वोह भी कचरो के ढेर बहा रहे है,

था दिन समुन्दर निहारने को लोग उमटते थे,
वही आज मजबुर नीगाहोसे नीहारे जा रहा है,

बनानेवालेने तो बनाया था एक बेनमुन ताज,
अब चडाके कागजी फुलोसे प्रद्युषण फैला रहे है ।

नीशीत जोशी

सीतारा

इस चमन में सीतारे बहोत है मगर एक तुट गया,
इस राहेमंजरमे था एक ही मगर वोह भी छुट गया,

लाख मन्नते मानी मनाने की फिर भी न माना रब,
गुजारीश के रुठते ही हर उम्मीदो का बांध तुट गया,

जो भी किया उसने शायद यही तो मंजुर होगा उसे,
रोते रह गये और इन होठो का मुश्कुराना छुट गया,

साथ नीभाने का समय शायद तय हुआ होगा इतना,
शरुआत हुयी जब साथ देनेकी तब ही साथ छुट गया,

रहमत नजर से देखता है तेरे दरबार में आनेवालोको,
उस रुह को सुकुन बक्सना जो सीतारा अभी तुट गया ।

नीशीत जोशी

સોમવાર, 11 એપ્રિલ, 2011

કોને કહીશ હવે મુજ મનોવ્યથા 'માં'


થઇ ગયો અનાથ હવે નહી મળે કોઇ તુજ સમા,
છે તો અહીં ધણા બધા પણ નથી કોઇ તુજ સમા,

નાની સરખી વ્યથા સાંભળી આવતી દોડી તુ,
સાંભળનાર તો છે ઘણા પણ કાન નથી તુજ સમા,

નારાજ થતો મનાવી લેતી ફેરવી વ્હાલો હાથ,
વ્હાલા તો છે ઘણા પણ હાથ નહી મળે તુજ સમા,

ન આવ્યો હોવ ત્યાં સુધી ઉંબરે ઉભી જોતી રાહ,
રાહ જોનાર છે પણ ચીન્તીત નહી મળે તુજ સમા,

ઉપલ્બધી મુજ જણાવતી મોટી ઉમંગે દુનીયાને,
તાળી પાડનાર છે ઘણા નહી મળે મન તુજ સમા,

ઋણ ચુકવવાની નથી ક્ષમતા, નહી ઉતારી શકુ,
ઇશ્વરના નથી કર્યા દર્શન, એ પણ હશે તુજ સમા,

કોઇ નહી થાય તુજ જેવુ 'માં' આ જગમા બીજુ,
પ્રદાન કર શક્તી મુજને કે કર્મ કરી શકુ તુજ સમા.

નીશીત જોશી

.....

कहां जाए किसे कहे मन की सब बाते,
तु होती तो तेरे पल्लुमे छुप कर रो लेता....
मेरे खयालो मे से नही कभी जाओगी,
गर चलता बस,रब से भी वापस ले लेता....
नीशीत जोशी

MY BELOVED MOTHER


આજ નથી કોઇ શબ્દ કે નથી કોઇ વાચા,
થયા છે આજ મુજના વાક્યો બધા કાચા,
તુજ આશિર્વાદ હમેંશ રહેશે સાથે જ 'માં',
પથદ્રષ્ટી બક્ષજે ચાલતો રહુ રાહ સાચા.

નીશીત જોશી

THIS IS UNBELIEVABLE TRUTH OF LIFE....
MY BELOVED MOTHER EXPIRED YESTERDAY....
i.e. ON 04.04.2011 at 12.30 pm
MAY GOD GIVE PEACE TO HER SOUL.....

તુ દઇદે


હું તો હતો ગુંગો, વાતો કરતા શીખડાવ્યુ છે તે,
વાતો શીખવી તો હવે વાતોનુ વજન પણ દઇદે,

હું તો હતો નાદાન,વિચાર કરતા શીખવ્યુ છે તે,
મારા પોતાના વિચારો માટેનુ ત્રાજવુ પણ દઇદે,

પ્રેમ ન હતો જાણતો,પ્રેમ કરતા શીખવ્યુ છે તે,
હવે તો લાગણી પર નો મુજને સંયમ પણ દઇદે,

ન'તો લખતો,કવિતા બનાવતા શીખવ્યુ છે તે,
એ કલમને જોર અને રચનામા ગરીમા પણ દઇદે,

ન ખપે દરિયો કોઇ પારકા હસ્તક જો આપે તે,
ખોબો એક પણ માની જાવ દરિયો એ જો તુ દઇદે .

નીશીત જોશી

તુજના ખાસ ભક્ત


તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે,
નજરોથી કામ નથી લેતા એ અંતરનયનવાળા,
ઇશ્વર જાણે તેઓ વગર જોયે પણ શું શું જોઇ લે છે.

મનની મારી મન મનમા જ રહીને,
સ્વ મનમંદીરમા રામ જોઇ લેતી'તી,
મીરાના નયનોમા હતી એ કઈ તો મદિરા,
આંખ બંધ કરીને પણ ધન્શ્યામ જોઇ લેતી'તી.
તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે.

કામકાજ મુકી ને સુરતાલ હાથ લઈને,
નરસૈયો મસ્તમલંગ થઈને જોઇ લેતો'તો,
કંઇક તો હતુ તેના ભજન માહી 'પ્રભુ',
ભજનોમા જ એ શ્રીગોપાલને જોઇ લેતો'તો.
તુજના ખાસ ભક્ત તુજના ખાસ જલવા જોઇ લે છે,
ફરિસ્તા જોઇ નથી સકતા તેઓ તે પણ જોઇ લે છે.

નીશીત જોશી

गालीब

गालिब गझल छोड कहां जायेगा,
जहां जायेगा शेर भी साथ जायेगा,

शराबकी महेफिल कहां मीलेगी,
मुशायरोकी मुफक्शी कहां मीलेगी,

गालीब श्रोताओ को छोड कहां जायेगा,
गालीब ये गझल को छोड कहां जायेगा,

की थी एकबार चले भी थे इश्कराह,
भटक गये, चली गयी वो अपनी राह,

प्यालो का सहारा छोड कहां जायेगा,
गालीब गझल को छोड कहां जायेगा .....

नीशीत जोशी

कुछ और थी


कयामत की रात की कहानी कुछ और थी,
बीजलीका खौफ रात तुफानी कुछ और थी,

किनारे पे खडे थे और वो थे उस किनारे,
समन्दरके लहरोकी रवानी कुछ और थी,

टमटमाती उन रोशनीमे जब देखा दोनोने,
जुबा खामोश थी,आंखोमे कहानी कुछ और थी,

कहते न बन पडा एक दुसरे को उस रात,
समज गये दोनो पर दुनीयाकी जुबानी और थी ।

नीशीत जोशी