રવિવાર, 20 જાન્યુઆરી, 2013
બદલાતી હોય છે
કોઈ ગઝલ પણ કાફિયા વગર બદલાતી હોય છે,
મહેફિલ માં પણ લોકોની નજર બદલાતી હોય છે,
નિહાળી કોઈ નવા આગંતુક ને આગલી હરોળ માં,
સભાઓ ની પણ તરકીબી અસર બદલાતી હોય છે,
અજાણ્યો રસ્તો ચાલતા એક'દી જાણીતો થઇ જાય,
પણ હર ચૌરાહે મુસાફિરની સફર બદલાતી હોય છે,
જુની વાતમાં નવું શોધવાને જવું નથી પડતું ક્યાય,
છાપાનાં હર એક પાને પણ ખબર બદલાતી હોય છે,
ફક્ત નસીબના ભરોશે બેસી રહી કેટલા 'દી નીકળશે,
મહેનતુ માણસની તકદીર જબ્બર બદલાતી હોય છે,
નીશીત જોશી 11.01.13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો