બુધવાર, 21 ઑક્ટોબર, 2015

આપેલા ઝખ્મો ગણી લઈએ

12003923_1499517063700648_5619434417207263790_n ચાલ ને મન સવાલોના જવાબ લઈ લઈએ, વેડફાયેલી લાગણીઓના ખિસ્સાં ભરી લઈએ, ખાતરી ન્હોતી તેઓ પીઠ પાછળથી વાર કરશે, આદતથી લાચાર છે માની એમને સહી લઈએ, એમની ખુશી માટે મોતને પણ આવકાર્યું હર્ષથી, ડૂબકાં ખાઈને આખરે, દરિયો દુઃખનો તરી લઈએ, એમના આવવાની આશા મનમાંથી ભુંસાઈ નથી, હાલ આવી કહેશે ચાલ એજ જૂની રમત રમી લઈએ, બસ થયું ભૈ-સાબ એક કોરે મુકો મહોબતની વાતો, ક્યાંક બેસી એકબીજાને આપેલા ઝખ્મો ગણી લઈએ . નીશીત જોશી 06.10.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો