બુધવાર, 21 ઑક્ટોબર, 2015

પડીને પ્રેમમાં

21 પડીને પ્રેમમાં આપણે આબાદ થઇ જઈએ, નજરમાં દુનિયાની છો બરબાદ થઇ જાઈએ, ન તૂટે એવા એકમેક સાથે કરાર તો કરીએ, ઈતિહાસને પાને એવા અપવાદ થઇ જઈએ, અહી ઈર્ષામાં ઘણુએ લોકોને કહેતા સાંભળ્યા, છતાં લાગણીનો સાચો આસ્વાદ થઇ જઈએ, હશે સચ્ચાઈ નો રણકો દાબી કોઈ શકશે નહિ, મંદિરના પવિત્ર ઘંટનો ઉંચો નાદ થઇ જઈએ, ન થાય કદી આંસુની ખારાશ ઓછી વહેવાથી, છતાં સ્નેહસભર વાતોનો ઉન્માદ થઇ જઈએ, ન ભૂલાય એવો પ્રેમ પરસ્પર પાંગરવા દ્યોને, હૃદયમાં નામ ચીતરી મીઠી યાદ થઇ જઈએ, ગજબ કુદરત કરે, થાય વિરહ પ્રેમમાં આપણો, કરાવે મેળાપ એવી આપણે ફરિયાદ થઇ જઈએ. નીશીત જોશી 13.10.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો