બુધવાર, 4 નવેમ્બર, 2015

કેમ છીએ અમે

12208282_882846705117886_6661528429411885308_n જુઓ આવી જરા કે, કેમ છીએ અમે, મુકીને એમ ગ્યા તા, તેમ છીએ અમે, બનું બેફામ તો, સૌ માફ કરજો મને, વહે છે એક સરિતા, એમ છીએ અમે, સહારે યાદની, રાતો ગુજારીતો જુઓ, બુઝેલા આ દિપકની, જેમ છીએ અમે, રડીને ખુદ, હસાવી જાય એવો મિત્ર, થવાનો ગર્વ સાચો, તેમ છીએ અમે, કળી ક્યારે બને છે ફૂલ, ત્વરિત પણ, ભ્રમર પુષ્પને કરતો, પ્રેમ છીએ અમે, રમાડો જે રમત, ખુશી આપની હો, મળે તમને ખુશી, ખુશ એમ છીએ અમે. નીશીત જોશી 04.11.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો