
લગાગાગા લગાગાગા લગાગાગા
મનાવું છું તને, પણ વાર લાગે છે,
ન માને તું અગર, તો હાર લાગે છે,
મહોબતના તને, પરમાણ શું આપું ?
હવે શૈયાય જાણે, ખાર લાગે છે,
અરે, આ મૌનની ભાષા, નિરાલી હોં!
વગર બોલ્યે નજર, ધારધાર લાગે છે,
હૃદયમાં, પ્રેમની મીઠાસ જો રાખો,
મીઠો સંસારનો, કંસાર લાગે છે,
દિલાસા આપનારાં, લાખ મળશે,
ખરેખર કાપતી, તલવાર લાગે છે,
પ્રથા છે એમની, તોડી કસમ ચાલ્યાં,
અહમ પણ એમનો, હદ પાર લાગે છે,
ધરો ઇલ્ઝામ અમને, બેવફાઈનો,
તમારી ખીજનો, અણસાર લાગે છે,
થઈ છે હાશ દિલમાં, એ ગયા માની,
ઉનાળા છે છતાં, પણ ઠાર લાગે છે .
નીશીત જોશી 31.07.16
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો