બુધવાર, 3 ફેબ્રુઆરી, 2010

યુવાની આવી

યુવાની આવી યુવાની આવી
થનગનતી આ યુવાની આવી
મનમા નીત નવા વિચારો આવે
હ્રદય હવે સામી બારીએ નીહાળે
ચીત ચોરતી આ યુવાની આવી
થનગનતી આ યુવાની આવી
દુનીયા જીતવાની થાય ઉતંક્ઠા
કંઇ કરી જવાની થાય ભાવના
ગરમ રૂધીર કરતી યુવાની આવી
થનગનતિ આ યુવાની આવી
પુરા થયા બાળપણના તોફાનો
પુરા થયા નીશાળના વિભાગો
કોલેજ કેમ્પસની મોજ આવી
થનગનતી આ યુવાની આવી
આંગળી પકડી ચાલતા માબાપના
ખંભેથી ઉપર પહોચ્યા હવે માબાપના
તેઓની ઇચ્છા પુરી કરવાની ઉમર આવી
થનગનતી આ યુવાની આવી
નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો