મંગળવાર, 9 ફેબ્રુઆરી, 2010

રાહ પર નો પથ્થર


મારી પણ ઇચ્છા હોય
મારી પણ આશા હોય
પણ તરછોડાયેલો
ફેકાયેલો અને
પડેલો રાહ પર નો
હું એક પથ્થર
બન્યો હોત કોઇ તાજમહલ જેવી ઇમારતનો હિસ્સો
ન બની શક્યો
બન્યો હોત કોઇ ઇતિહાસ મા નો કિસ્સો
બન્યો બાળકો ની રમતનો હિસ્સો
કામે આવ્યો બહુ બધાને
ન બનાવ્યો કોઇએ મને પોતાનો હિસ્સો
સહન કર્યા ભાર બહુ બધાના
ગાડીઓ ચડી, માણસો પણ બાજ ન આવ્યા
કાજ પુરુ થયે ફેકાયેલો
ધુતકારેલો
બસ બની રહ્યો
હું રાહ પર નો પથ્થર
[b][red]"નીશીત જોશી"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો