બુધવાર, 3 ફેબ્રુઆરી, 2010

આપણા આ ૠણાના બંધન

જરૂર હશે કંઇ આપણા એ ૠણાના બંધન
માટે જ તો બંધાયા અને બન્યા એ બંધન
મળે છે ધણા રોજ બરોજ આ જગ મા
પણ ક્યા બંધાય છે આવા બંધન
નથી કોઇ રુધીરના સંબધ આપણા
છતા લાગણીઓથી રચાય છે આ બંધન
રીસાય તો મનાવીયે એકબીજાને આપણે
સબંધ નથી તુટતા કારણ બસ આ બંધન
સંબધ પણ એટલે છે આ આપણા
બંધાયેલા છે આપણા આ ૠણાના બંધન

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો