નાવને મજધાર પર લાવીને ડુબાળી જતા રહ્યા,
પકડી એક યાદનો સહારો અમે તો તણાતા રહ્યા,
બચાવો, બચાવો, બુમો પાડી ઘણી, નીરર્થક,
ન કુદ્યુ કોઇ, કિનારેથી ડુબતાનો તમાસો જોતા રહ્યા,
ગાંઠ્યા જાય એવા હતા તો નહી અમે પણ,
પાણીની અંદર ડુબકી મારી મારીને જાતને સંતાવતા રહ્યા,
સ્વાસ ન રહ્યા હતા જ્યારે પી લીધા પછી પાણી,
ન તરતા આવડવા છતા અમે તો પાણી ઉપર તરતા રહ્યા.
નીશીત જોશી
મંગળવાર, 23 માર્ચ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો