અમે તો છીએ તારા પણ તુજને હજી સંશય છે,
કરીયે ઉજાગરા વિરહમા તેનો પણ હજી સંશય છે,
કેમ કરી સમજાવવુ તુજ હ્રદયને અમારે,
હ્રદયમા તુજની જ છબી છે તેનો પણ હજી સંશય છે,
કરતા હતા જે વાતો નદીની પાળી પર બેસી,
પ્રેમરસ ટપકતો હતો તેનો પણ હજી સંશય છે,
શરદની પુનમ ચાંદનીમા લહેરાતા તુજ ઝુલ્ફો,
એ વાદળોમા ખોવાયેલા અમે તેનો પણ હજી સંશય છે,
મંદ મંદ મુશ્કાતા તુજ ના એ ગુલાબી અધરો,
મિલનથી આવતુ અધરો પરનુ સ્મિત તેનો પણ હજી સંશય છે,
ન કર હવે તો આટલો સંશય , સમજી , માની જા,
જીવી કઈ રીતે શકીશુ તુજ વિના તેનો જ અમને સંશય છે.
નીશીત જોશી
શુક્રવાર, 26 માર્ચ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો