શનિવાર, 24 ઑગસ્ટ, 2013

યાદ આવ્યા'તા તમે

dil ભૂલી ગયા ખુદને, જ્યારે યાદ આવ્યા'તા તમે, આખો થઇ લાલ, બની આંસુ વરસ્યા'તા તમે, તડપતુ એ ઓશિકું, ભીંજાતું રહ્યું'તું આખી રાત, યાદ કરી, એ દિવસોના સંગાથ બન્યા'તા તમે, વર્ષો વીત્યા, અને હવે તો વીતી જશે આ ભવ, ઉભા છીએ એ રાહ, જ્યાં અમને મુક્યા'તા તમે, જાણીએ છીએ, પ્રેમ તો તમે કરો છો આજે પણ, ત્યારેતો મજબૂરી નું નામ લઇ, ફાવ્યા'તા તમે, આંખો તો તમારી પણ રંગ બદલતી રે'તી હશે, કરીને યાદ એ પળ, પોતાના બનાવ્યા'તા તમે. નીશીત જોશી 21.08.13

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો