
આંખોએ કેટલા આંસુ વહાવ્યા,એ ભુલાય છે,
રાતોએ કેટલા સ્વપ્ન બગાડ્યા,એ ભુલાય છે,
આપવાને કાજે, પ્રેમ ના સ્વરૂપે, તાજા ફૂલો,
બાગોએ કેટલા ફૂલો કરમાવ્યા,એ ભુલાય છે,
પોતાના કહ્યા બાદ પારકા પણ બનાવી લીધા,
કેટલો વખત પ્રેમ કરી રડાવ્યા,એ ભુલાય છે,
ફૂલોનો પથ કહી બિછાવેલા કંટક હરએક રાહે,
અંધારે કયા કયા પથે ચલાવ્યા,એ ભુલાય છે,
અગણ્ય ઘાવો પણ સહ્યા છે બિચારા આ દિલે,
કયા કયા ઘાવે મલ્હમ લગાવ્યા,એ ભુલાય છે.
નીશીત જોશી 09.08.13
સુંદર!
જવાબ આપોકાઢી નાખો