પાંખો ફેલાવી ઉડી જઈશું,
આકાશ આખું ખુંદી જઈશું,
મળે જો મોકો ઝળહળવાનો,
સુરજની સમા ઉગી જઈશું,
મહેકની રાખવા છાપ સાટું,
ફૂલોની માફક ખુલી જઈશું,
આભ ધરાનો પ્રેમ શોધવા,
કહોતો ક્ષતિજ સુધી જઈશું,
છોને વિલીન થઇ જતો દેહ,
અમ યાદ સૌ હૈયે મુકી જઈશું.
નીશીત જોશી 18.01.14
શનિવાર, 25 જાન્યુઆરી, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો