શનિવાર, 11 જાન્યુઆરી, 2014

સમજી શક્યા નહિ તેમને

ss850245 સમજી શક્યા નહિ તેમને શું જોય છે, જેમની પાછળ પૂરી જીન્દગી ખોય છે, ભલું થાય તેનું તેઓ બેવફા નીકળ્યા, ખબર તો પડી કે એ વફા શું હોય છે, ન ભ્રમિત થજો તેની કાતિલ અદાથી, હૃદયને ભોંકવા તેના હાથમાં સોય છે, આકાશે પહોંચવાના છે અભરખા બાકી, વિસરી ગયા તેઓ નીચે હજી ભોંય છે, નારાજ જ રહેવું છે એ તો તેની મરજી, અમ કાજે દુશ્મન પણ દોસ્ત હોય છે. નીશીત જોશી 07.01.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો