રવિવાર, 20 જુલાઈ, 2014

કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે

3 નજીક લઇ જિંદગી જ્યારે ચાલ્યા અમે, અરીસા ને પણ અજાણ્યા લાગ્યા અમે, સારાનરસાનાં ભેદેભાવે ઉજાડી વસ્તી, મજબૂરી માં સૌને મળવા જાગ્યા અમે, લાગી તો હતી આગ બન્ને બાજુએ મિત્રો, થવા કાળ હતું, એકલા જ દાઝ્યા અમે, વાંચી ન શક્યા હથેળીની લકીરો બધી, એટલે જ તેને નસીબમાં ભાખ્યાં અમે, શાને કરીએ અફસોસ હવે જિંદગી માં, કંઈ નહિ યાદોમાં તો તેને પામ્યા અમે. નીશીત જોશી 18.07.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો