શનિવાર, 12 જુલાઈ, 2014

કોઈ બચાવો હવે મુજને

7gUMRGYotNV15fpe4cVD2w કોઈ બચાવો હવે મુજને, લહેરો તાણી જશે, સાંભળો મુજનો સાદ,આ લહેરો ફાવી જશે, સાંભળશે બધા મુજ સાદ, પણ કોણ આવશે, આવે ન આવે કોઈ,ભરોષો છે તું આવી જશે, રાખી તુજ વિશ્વાસ, હું જઈ ચડેલો મધ દરિયે, આવે 'છોને તોફાન, મુજ હોડી તું તારી જશે, નથી જાણતો પૂજાપાઠ, નથી મુજ કાજે જ્ઞાન, છતાં લેતા તુજ નામ, તું મુજથી માની જશે, જે છે મુજનું દુનિયામાં, આપેલું છે બધું તુજનું, આજ નહિ તો કાલ, આ લોકો પણ જાણી જશે. નીશીત જોશી 10.07.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો