
ખાવા ને દાણા, કબુતર ઓછા થઇ ગયા,
ન રહ્યા લાકડા, બળતણ ઓછા થઇ ગયા,
શિકારી નીકળી ગયા, ન કર્યો કોઈ શિકાર,
ખાલી છે જંગલો, નડતર ઓછા થઇ ગયા,
નિશાન લાગતા નથી હવે કોઈ મત્સ્ય આંખે,
લગાવે એવા નિશાન,અર્જુન ઓછા થઇ ગયા,,
ભ્રષ્ટાચારમાં લુપ્ત થઇ ગયો છે આ માનવ,
અને માનવતાના ભણતર ઓછા થઇ ગયા,
એક જ છે લક્ષ બીજાઓથી આગળ નીકળવું,
ભૂલી ગયા સંતોષ,ગણતર ઓછા થઇ ગયા.
નીશીત જોશી 03.07.14
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો