રવિવાર, 27 જુલાઈ, 2014

તુજને જ શોધું છું

article-2239040-163AD58D000005DC-869_634x389 ભાંગી પડું છું જ્યારે હું, તુજને જ શોધું છું, આવતા હર શ્વાસે નામ તુજનું જ બોલું છું, ભટકાવી ભટકાવી મુજને કરી દીધો રીઢો, વણજારા માફક રોજ નવો રસ્તો ખોલું છું, રુધિર પગલે ચાલતા,જોઈ કદમ ની છાપો, સંતાળવા તુજથી હું રાતોળું પાણી ઢોળું છું, સહેલું છે કહેવું કે પ્રેમ કરો અને જીવો પ્રેમે, એ વિચારી હું,નફરતને લાગણીએ તોલું છું, સથવારો છે તુજ સંગ છેલ્લા શ્વાસ સુધીનો, ન પૂછજે હવે કેમ તુજ નામ મુજથી જોડું છું ? નીશીત જોશી 26.07.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો