રવિવાર, 20 જુલાઈ, 2014

નથી આવ્યા તેઓ

2 સમય થયો હૃદય રડાવવા નથી આવ્યા તેઓ, કોઈ જુના વાવડ જણાવવા નથી આવ્યા તેઓ, નભ પણ લાગે છે આજ ઉજ્જડ વીરાન ને ખાલી, તારલાઓથી ઘર સજાવવા નથી આવ્યા તેઓ, એ રાત, હવે તુ જ જઈને લઇ લેજે ખબર તેમની, વીત્યા છે વર્ષો, દિલ દુખાડવા નથી આવ્યા તેઓ, પ્રસ્થાન કાજ ક્યારની તૈયાર છે મુજ એ મૃત સૈયા, બનીને રૂદાલી લાશ ઉપાડવા નથી આવ્યા તેઓ, દિલને કહી દો બની જાય એ પથ્થર તેમની માફક, ખોટખોટા પણ આંસુ વહાવવા નથી આવ્યા તેઓ. નીશીત જોશી 16.07.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો