રવિવાર, 12 જુલાઈ, 2015

અજબ શહેર છે

nj અજબ શહેર છે, ને આ શહેરના રિવાજો, બહેરાઓના શહેરમાં, ગુંગા કરે અવાજો, અંતર અજવાળી, ભજવાના હોય ઇશ્વરને, થઈ મસ્જીદે અઝાન, પઢે સૌ સાથે નમાજો , હજીએ અછૂતોની વ્યથા, એની એ જ રહી છે, સ્વિકારે નહીં એમેને, તંગદિલ કુંઠિત સમાજો, ટેવાયા જીવવા એકલવાયુ, જીવન શહેરોમાં, મહેમાનો માટે, ઉઘડતો નથી કદીએ દરવાજો, પોતાની કહેવી છે, સંભાળનાર કોઈ મળે નહિ, એક એક ઝિંદગી, ઉપાડે અહી ખુદનોજ જનાજો. નીશીત જોશી 09.07.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો