રવિવાર, 19 જુલાઈ, 2015

શબ્દો

થ્યા જ્યાં રૂબરૂ નિ:શબ્દ બન્યા શબ્દો, મૌન શણગારવા પાંગળા રહ્યા શબ્દો, મળતાજ હર્ષ ઉજાગર થયો આંખેથી, અને વિયોગે નયનેથી વહ્યા શબ્દો, ઢાંકપીછોડો કરવામાં કાબેલ જે હતા, વાચાળ થ્યા ઘાવ અને સ્ફૂર્યા શબ્દો, ધ્રુજતા અધર વર્ણવે જોને દર્દ કેટલું, વેદના વમળ સંગ તણાઈ ગ્યા શબ્દો, છે પ્રેમની આગ,તો ધુમાડો પણ ઉઠશે, દર્દ વેદનાના આ પર્યાય થ્યા શબ્દો. નીશીત જોશી 15.07.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો