મંગળવાર, 7 જુલાઈ, 2015

રાધા તૂ આમ શાને રડે છે

11665615_829724960430061_5948599829485122174_n 58601c1f83ceab5968b67b42e6d42ab4 રાધા તૂ આમ શાને રડે છે, કાનો પ્રેમ એક તુજને કરે છે, ગોપીઓ સંગ તૂ પણ તો છે, શંકાઓમાં પછી શાને સરે છે, .....રાધા તૂ આમ શાને રડે છે સૂર વાંસળીના છે ફક્ત તારા, કાને અફવાઓને શાને ધરે છે, .......રાધા તૂ આમ શાને રડે છે નથી હું દૂર તુજ દિલે વસુ છું, વિરહમાં ડુસકા શાને ભરે છે, ....રાધા તૂ આમ શાને રડે છે ન વિચાર તૂ વૃદાંવન ને સુનુ, યમુના તટથી તૂ શાને ડરે છે, ....રાધા તૂ આમ શાને રડે છે નીશીત જોશી 29.06.15

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો