મન પોલુ તેના ભાવ પોલા,
અણવિકસેલા સંબધો પોલા,
પોલુ ત્યાં સુધી વાગે બોદુ,
લાગે જીવનના મધ્યાન પોલા,
વાગે વાંસળી સુમધુર સ્વરે,
બનેલા એ એવા લાકડા પોલા,
પ્રેમનો કરે અંગીકાર ખોટા,
સ્વાર્થથી ભરેલા સંબધો પોલા,
જીવવા પુરતુ જીવી જાય ,
જીવનના હર એક સ્વાદ પોલા,
જોઇતુ નથી મળતુ સૌને,
માગતા નથી થતા બધા પોલા .
નીશીત જોશી
રવિવાર, 8 ઑગસ્ટ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો