રવિવાર, 22 ઑગસ્ટ, 2010

મન તો છે બહુ ભોળુ

મન તો છે બહુ ભોળુ, એને આ શબ્દો ની ભાન ક્યાં?
ન બોલેલુ પણ સમજી જાય, એવી બીજાને શાન ક્યાં?

ન સમજે સંગીત કોઇ, બસ બજાવે સરગમ પ્રેમની,
તાલ આપી થકાવે હ્રદય,પણ એવા કોઇ પ્રેમી ક્યાં?

આભ અને ધરતી છો ને રહ્યા બહુ જ દુર દુર,
અંતર કાપે પળમા, મન જેવો બીજો વિકલ્પ ક્યાં?

મળે અને વિખુટા પણ થાય રોજ રોજ,
ન આવે પ્રેમ સપના પ્રેમી ને, એવી કોઇ રાત ક્યાં?

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો