
હવે આવુ છું ત્યારે તે આવતા નથી,
જતો હોવ ત્યારે તે બોલાવતા નથી,
નારાજ થયા છે કે કોઇ લાગ્યુ છે ખોટુ,
ખબર પડે કહે ત્યારે પણ કહેતા નથી,
ગંભીર મુદ્દો બની ગયો છે એ આજે,
સંદેશો પણ કોઇ મારફત મોકલતા નથી,
બીજા જેવા જ માની બેઠા લાગે છે,
પણ અમે સૌ સાથે સંબધ વધારતા નથી,
કહી દો યા કહેડાવી દો શું છે મનોવ્યથા,
કોઇ વાતનુ ખોટુ અમે લગાડતા નથી.
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો