રવિવાર, 15 ઑગસ્ટ, 2010
જો દિવસ કેવો નીકળ્યો છે
બારી ખોલ ને જો દિવસ કેવો નીકળ્યો છે,
સુંદર આકાશમા જો તે કેવો તો નીખર્યો છે,
કોયલનો કલબલાટ, એ કબુતરોનુ ઉડવુ,
મોરનો કર્ણપ્રિય ટહુકો આભે જાણે પહોચ્યો છે,
દોડતી આવે તુ અને શરમાય પણ જાય તુ,
જોઇ અરિસો તુજને જો તો આજે કેવો ખીલ્યો છે,
પહેલી કિરણ પડતા ચહેરા પર તુજના જો,
પહેલો પ્રહર પણ આજે એવો તો મસ્ત જુમ્યો છે,
હરખાય છે અને નૃત્ય પણ કરે છે તુ, પણ જો તો,
સાંભળી તુજ ગાયન, દિવસ પણ સ્મરણિય ઉગ્યો છે .
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો