આભ ને ધરતી નુ મિલન છે અશક્ય,
છતા કહો છો ક્ષતીજની પેલે પારે મળશો,
બન્ને કિનારા છે દુર દુર ઘણા કેવા,
નદીના વહેતા પાણીને માધ્યમ બનાવશો,
શ્યામને ખબર નો'તી વાતો થશે દુનીયામા,
પ્રેમનો કોઇ એક એવો દ્ર્ષ્ટાંત દેખાડશો,
ગાયન તો ગાતા હશે પણ નહી ગાય સમક્ષ,
બીજા જનમમા આવી તે ગાથા સાંભળશો,
નથી જરૂર કોઇના મુખે સ્વગુણ સાંભળવાની,
ફક્ત આપણા વિકસેલા આ સંબધને સાંચવશો .
નીશીત જોશી
ગુરુવાર, 12 ઑગસ્ટ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો