સોમવાર, 2 ઑગસ્ટ, 2010

ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે


જુના એ દિવસો મને હજી પણ યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

કલાકો વિતાવતા પાળે પેલા દરીયા કિનારે,
મોજાના એ અવાજો તેના થકી થયેલા છાંટકણા,
ભીના હોવા છતા લાગતા કોરા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

એ ઝાડના છાયડે બેસી કરતા પ્રેમ આલાપ,
એ કોયલનો કલબલાટ એ મોરનો ટહુકો,
કરતા સૌ આપણો સંગાથ મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

રિસાય જવુ અને મનાય જવુ કરતા ગમ્મત,
રડતા રડતા હસવુ ને હસતા હસતા રડવુ,
વખત વહી ગયો છતા મને તો યાદ છે,
ભુલી ગઈ તુ કે પછી તને પણ યાદ છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો