
ન આવ્યા કે ન બોલાવ્યા અમને,
પ્રેમમાં પડી હલબલાવ્યા અમને,
વરસાદમા પલળવુ લાજમી હતુ,
અશ્રુના દરિયામાં ડુબાળ્યા અમને,
વિજળીના કડાકાએ ન હતા ડર્યા,
ઝાંઝરના ઝંણકારે ડરાવ્યા અમને,
કાંટા લાગ્યા પથે પગ રંગ્યા રુધીરે,
રક્તરંજીત પગલા પડાવ્યા અમને,
પરેમ રમતના પારંગત હતા ઘણા,
જીતેલી દર બાજીએ હરાવ્યા અમને,
કહેલુ રુબરૂ નહી તો સપને આવજો,
સપનાની વાટે રાત જગાડ્યા અમને,
વાંક તેમા કદાચ મુજનો હોય નીશીત,
જુગનુની માફક તો ચમકાવ્યા અમને!!!!
નીશીત જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો