શનિવાર, 20 ઑગસ્ટ, 2011

માણસ


સીમેન્ટ્ના જંગલમાં ખોવાયો છે માણસ,
અમાસી ચંદ્રની જેમ ખોવાયો છે માણસ,

જાનવરોને ભાન હોય છે પોતાના ઘરની,
પોતાના જ ઘર ફુંકી ખોરવાયો છે માણસ,

બારૂદના ઢગલે બેસી પેટાવે છે સીગરેટ,
મિત્રતાના વેશ જોઇ ભોળવાયો છે માણસ,

જાત નાતનો ભેદ કરી મચાવે છે પ્રપંચ,
હુકુમતના એ હુકુમથી ડરાવાયો છે માણસ,

માણસાઇને મુકીને નેવે દોડધામ મચાવે,
માણસજાત જાણવા ગુંચવાયો છે માણસ.

નીશીત જોશી 11.08.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો