શનિવાર, 20 ઑગસ્ટ, 2011
એ મોટી વાત છે
પ્રેમની બંદગી કરી જીવવુ એ મોટી વાત છે,
મળેલા દિલની સંગ જીવવુ એ મોટી વાત છે,
હોય ઘણી લાગણી અને ન હોય કોઇ માંગણી,
એવા પ્રેમનુ જીવનમા પામવુ એ મોટી વાત છે,
જલતા રહે પરવાના ફક્ત એક શમાની પાછળ,
એનુ પ્રેમમા ફરી ફરીને મરવુ એ મોટી વાત છે,
પરિભાષા ન જાણનાર કેમ સમજે આ પ્રેમને,
સમજી, પ્રેમીને ઉત્તર આપવુ એ મોટી વાત છે,
હરપળ યાદોના ઝરોખેથી વહાવ્યા કરે આંસુ,
સામે આવ્યેથી હસવુ હસાવાવુ એ મોટી વાત છે
નીશીત જોશી 20.08.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો