આજે પણ આપણા વિતેલા પ્રહરો યાદ છે,
ખીલતા ફુલો સમો ખીલેલો ચહેરો યાદ છે,
તિરછી નજરથી નિહાળતા એકાંત ખોળવા,
શરમાતા અરીસા થકી કરવો ઇશારો યાદ છે,
નદી પાળે બેસીને કરેલી પ્રેમની ગુફ્તગુઓ,
નીહાળતા જ્યાંથી સુરજને એ કિનારો યાદ છે,
કોઇ બહાને એકાંત ફાળવી લેતા એકબીજા,
તુજના ભાગ્યસંગ પાડ્યો અમ પનારો યાદ છે,
સ્વભાવથી મન જીતી સૌને રાજી રાખતા રોજ,
બાળકો ઉપર પ્રેમનો વરસાદ ઉતારો યાદ છે,
કંઇ કરી છુટવાની તુજની ઘર માટેની ભાવના,
ન વીસરી સકાય એવા ઘણા વિસ્તારો યાદ છે,
ઉમર સંગ ઘણુ ભલેને બદલાયુ હોય જીવનમાં,
આજદિને પણ છે પ્રેમનો એ જ સીતારો યાદ છે.
~ ~ નીશીત જોશી ~ ~ 16.08.11
શનિવાર, 20 ઑગસ્ટ, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો