ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011

ઘર ના હાંડલાઓ વાતો કરે છે


ઘર ના હાંડલાઓ વાતો કરે છે ઃ

"રાખ્યું હતું મારા માંહી ઘણું ધાન,
હર મહીને બદલાવતા એ ધાન,
તુજનુ ભાળ્યું હતુ એવું જ,
આજે નથી માલિક પાસે રાખવાનું કોઈ ધાન,
રોજ લાવે છે 'ને રોજ ધાન વાપરે,
આપણો માલિક ગરીબીમાં સબડે છે,
મોંઘવારી અવારનવાર પીઠ થાબડે છે,
જીવતર નો દાટ વાળે છે,
કોને કહે સ્વ-વેદના તે પણ,
મોઘવારી સૌ કોઈની હાલત બગાડે છે,
તેણે જેને ચુટ્યો એ આરામ ફરમાવે છે,
તે પણ ક્યાં કોઇનુ સાંભળે છે,
પોતે તેલ ના ડબ્બાઓ ઢોળે,
ભલે કોઈને ત્યાં દીવો પણ ન જલે,
નખ્ખોદ જાય એવા સેવકનું
જેના થકી આપણો માલિક ઝીણ ઝીણ મરે છે."

નીશીત જોશી 01.12.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો