ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011

ભારતનો પાયો


દિવાલો પર ની માટી હવે ખરે છે,
કોણ કહશે ગાંધી નો ચરખો ફરે છે,

અમુલ્ય જ્ઞાન ધરાવનાર પણ ચુપ,
નેતાઓ પોતાના ખીસ્સાઓ ભરે છે,

ગરીબ બીચારો સહે મુંગે મોઢે અહીં,
મોંઘવારીથી ઘણો ગરીબીમાં ગરે છે,

નવીન રીતે પ્રવેશી રહી ગુલામી પ્રથા,
પે'લા લલચાવી ગોરાઓ પૈસો ચરે છે,

શરમ પણ ન રહી આપણા ચુટાંયેલોમાં,
થપ્પડ ખાઇને પણ આનંદથી વીસરે છે,

આતંક સહ્યો,અર્થતંત્ર ને ખળભળાવ્યુ,
ઝીણ ઝીણ ભારતનો પાયો હવે ઝરે છે.

નીશીત જોશી 30.11.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો