ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011
દીકરી તુ છે કાળજાનો કટકો
હવે તુજને નવજીવન જીવવાનુ છે,
તુજ જીવન પોતે જ વસાવવાનુ છે,
પહેલા હતા તુજ બખ્તર ઘણા બધા,
હવે પોતા મેળે પોતે સાંચવવાનુ છે,
રીસાયે આવી જતા મનાવવા તુજને,
હવે રીસાયેલાને તારે મનાવવાનુ છે,
ઇચ્છેલુ ખાધુ, પીધુ, ફરી પણ લીધુ,
હવે બીજાની ઇચ્છાએ જ રહેવાનુ છે,
વ્હાલી હતી અને હરદમ રહીશ યાદે,
વ્હાલી બની ત્યાં મનને જીતવાનુ છે,
આ કુળમા જન્મ લઇને જળહળાવ્યુ,
તારે સાસરાના કુળને દીપાવવાનુ છે,
દીકરી તુ છે કાળજાનો કટકો મુજનો,
તુજ જગ્યાએ કોણ બીજુ સમાવાનુ છે?
નીશીત જોશી 26.12.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો