ગુરુવાર, 15 નવેમ્બર, 2012
ખરવા નથી જવું
ઘણો કર્યો પ્રેમ, હવે સંતાપ કરવા નથી જવું,
છો ને આવી હોય પાનખર,ખરવા નથી જવું,
અજનબી બની ગયા માનેલા જેને પોતાના,
ડરથી હવે પોતા સાથે પણ ફરવા નથી જવું,
મજધાર લઇ જઈને ડુબાડી ન દે સમુદ્ર મધ્યે,
આવડવા છતાંય હવે દરિયે તરવા નથી જવું,
સાચવી રાખ્યું હતું અમાનત સમજી એ હૃદય,
છો રહ્યું તૂટેલું, કોઈ અન્યને ધરવા નથી જવું,
લાગણી થાકી આંખોથી વહાવી વહાવી આંસુ,
રણમાં હવે મૃગજળનાં જળ ભરવા નથી જવું .
નીશીત જોશી 05.11.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો