ગુરુવાર, 15 નવેમ્બર, 2012
દરવાજા બંધ થઇ ગયા
અંધારું થયું 'ને નગરના દરવાજા બંધ થઇ ગયા,
રાત આવી 'ને સપના સજાવાના પ્રબંધ થઇ ગયા,
એવી તે ચકડોળે ચળાવી વાતો પ્રેમના પ્રકરણની,
એ નગરમાં તેની વાતોના જુઓ નિબંધ થઇ ગયા,
જૂની ચોપડીમાં જોઇને ફૂલ, ઈતિહાસ સામે થયો,
આજે જુઓ ચોપડીના બધા પાનાં સુગંધ થઇ ગયા,
થાકી ગયા છીએ લાગણીઓને આપી આપી તાકાત,
હવે તો જુઓ યાદોની સંગ જ ફક્ત સંબંધ થઇ ગયા,
ચાલતા કાફલા સંગ, ભૂલા પડી ગયા 'તા એક પથે,
એકલતા ભોગવતા આ હૃદયના પણ સ્કંધ થઇ ગયા .
નીશીત જોશી 03.11.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો