શનિવાર, 24 નવેમ્બર, 2012

આ જગ માં જુઓ બધા બેહાલ છે

આ જગ માં જુઓ બધા બેહાલ છે, મારા પણ કંઈક એવા જ હાલ છે, મોંઘવારીએ વાળ્યો છે એવો દાટ, કેળાની પણ હાથમાં આવે છાલ છે, નથી લઇને જતા બાળકો ને બહાર, હવે તો રજા માં આરામ જ ઢાલ છે, હૃદય રુદન કરતુ રહે અંદરો અંદર, 'ને ચહેરાએ પહેરી હાસ્યની ખાલ છે, ખિસ્સામાં છો ને કંઈ નાં હોય, તો શું? વાતોમાં તો બધા જ માલા-માલ છે. નીશીત જોશી 17.11.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો