ગુરુવાર, 15 નવેમ્બર, 2012

તુજ વગર

આજ આ હૃદય તડપે છે તુજ વગર, અજવાળા પણ સરકે છે તુજ વગર, સમય ચાલતો રહે છે તેની રફતારે, પણ ધડકન ક્યાં ધડકે છે તુજ વગર? લઇ જાય છે મુજને બધા એ બાગમા, પણ ગુલાબો ક્યાં મહકે છે તુજ વગર? આભનાં સિતારા દેખાડે છે રસ્તો કોઈ, એ રસ્તે ક્યાં કોઈ ફરકે છે તુજ વગર? થઇ ગઈ છે સુની એ પાળ કિનારાની, ઉછાળા લઇ લહેરો ભડકે છે તુજ વગર. નીશીત જોશી 28.10.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો