રવિવાર, 2 માર્ચ, 2014

અમે સવારે ખુબસુરત સાંજ થાતી જોઈ છે

68514-hairs-on-face અમે સવારે ખુબસુરત સાંજ થાતી જોઈ છે, ઝુલ્ફોને જ્યારે તુજ ચહેરે લહેરાતી જોઈ છે, અરીસો પણ શરમાય જાય છે હવે તો અહીં, અમે પડછાયાની આભાને ફેલાતી જોઈ છે, એ ફૂલો પણ નમી નમીને આપે છે સલામી, ઈર્ષા માં કળીઓ ને પણ કરમાતી જોઈ છે, તુજને જોઈ મૌસમ પણ જાય છે બદલાય, પાનખર માં પણ પાનખરને જાતી જોઈ છે, ચકોર ચાંદ પણ છુપાય જાય છે વાદળોમાં, અમાસે પણ પૂનમની રાત થાતી જોઈ છે. નીશીત જોશી 02.03.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો