શનિવાર, 29 માર્ચ, 2014
ખયાલોને જાણી ગયા હોત તો સારૂ હતુ
ખયાલોને જાણી ગયા હોત તો સારૂ હતુ,
નજરોને મેળવી ગયા હોત તો સારૂ હતુ,
રાહ જોતા થાકી ગઇ'તી બીચારી આંખો,
જોવા ઝરૂખે આવી ગયા હોત તો સારૂ હતુ,
નીત કરતા દુનીયાના મોઢે પ્રેમની વાતો,
કાને કંઇક જણાવી ગયા હોત તો સારૂ હતુ,
કરી ઉજાગરા વિયોગમાં રહ્યા 'તા રડતા,
ચીર નીંદ્રે પોઢાડી ગયા હોત તો સારૂ હતુ,
વિરહની સજા થી પડે છે ઘણી તકલીફ,
સ્વપ્ને હરખાવી ગયા હોત તો સારૂ હતુ,
મૈયતમાં ન આવ્યા હશે કોઈ મજબૂરી,
કબરે ફુલ ચડાવી ગયા હોત તો સારૂ હતુ,
બનાવી નાખેલું હતું હ્રદયને એક કબર,
આશા દફનાવી ગયા હોત તો સારૂ હતુ.
નીશીત જોશી 19.03.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો