શનિવાર, 29 માર્ચ, 2014

સમજનાર કેટલા છે?

nishit joshi મૌનનાં સંવાદ સમજનાર કેટલા છે? આંખોની વાત સમજનાર કેટલા છે? કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી, શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે? હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે, હૃદયના તોફાન સમજનાર કેટલા છે? પ્રેમ મહોબ્બતની વાતો તો કરે ઘણી, ખરા પ્રેમનો દામ સમજનાર કેટલા છે? મુખડુ તો રહે છે સદા હસતુ બધા સામે, પાછળનુ રુદન જોઈ,સમજનાર કેટલા છે? નીશીત જોશી 24.03.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો