રવિવાર, 2 માર્ચ, 2014

ભૂલી ગયા કે શું?

Profile-picture63 રાતની વાત ભૂલી ગયા કે શું? સ્વપ્નોમાં ઉતરી ગયા કે શું? આમ રોજ કળીઓ કરમાતી, ફૂલની જેમ ખીલી ગયા કે શું? હોય છોને રાહ અજાણ્યા અહી, માર્ગમા કેમ રજળી ગયા કે શું? આંખમાં ભરી રાખ્યો છે દરિયો, આંસૂ બની નીકળી ગયા કે શું? નામ જોડાયેલું સંગ 'ને રહશે, આપ એ વાત ભૂલી ગયા કે શું? નીશીત જોશી 23.02.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો