શનિવાર, 29 માર્ચ, 2014
મોતીઓ ખોળવા જ ખોલુ છું છીપ
પાડી ખંડેરો, મકાનો નવા ચણવા લાગે છે,
દેખાય જ્યાં જમીન, શહેરો બનવા લાગે છે,
મોતીઓ ખોળવા જ ખોલુ છું છીપ આમ તો,
પણ તેની માહીથી સમુન્દર તરવા લાગે છે,
સવારનો પહોર લાગે છે બહુ જ રળિયામણો,
ત્યાં તો તારલા તડકો પહેરી ફરવા લાગે છે,
શીખર પર રહેવુ પણ લાગે અજાયબી જેવુ,
ક્યારેક ક્યારેક તો પાંખો પણ ફુટવા લાગે છે,
વિચાર પણ આવે જો કઈક લખવાનો તો,
અગાસીએ થી કબુતરો પણ ઉડવા લાગે છે,
ઓ ઇશ્વર,બચાવજે મુજને નબળા દિવસોથી,
જેને કહો પોતાના, તેઓ જ હસવા લાગે છે,
નીશીત જોશી 28.03.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો