શનિવાર, 2 ઑગસ્ટ, 2014

બધું અહીં જ રહી જશે

vesak0404 દેખાય છે જે સુરજ,સાંજ પડ્યે ઢળી જશે, લીલું છે જે ઝાડ,સમય આવ્યે મરી જશે, દેખાતું ભલે હોય આજ, કાલે તે નહીં રહે, પંચતત્વનું આ પુતળું માટીમાં ભળી જશે, મારા તારા ની હૈયા હોળીમાં કાઢ્યું જીવન, કંઈ નહીં જાય સાથ બધું અહીં જ રહી જશે, પોતાના પણ જટ કાઢવા લાશ રહેશે તત્પર, આવીઆવીને બધા બે-ચાર દિવસ રડી જશે, સાચું છે જગ માં બસ એક જ ઈશ્વર નામ, લીધું હશે એ નામ તો જીવતર તરી જશે. નીશીત જોશી 30.07.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો