શનિવાર, 23 ઑગસ્ટ, 2014
રહશે એક જ તુજ યાદ
યાદ તો ઘણી આવશે તુજ ઝુલ્ફોની એ સાંજ,
મળશે નહિ માથે જ્યારે તડકામાં કોઈ છાંવ,
દેખાશે જ્યારે મઝધારમાં તડપતી કોઈ નાવ,
બેઠેલા સાથે,યાદ કરશે સુની પડેલી એ પાળ,
આવશે યાદ એ અગાસી અને એ દાદરા પણ,
બેઠો હોઈશ એકાંતમાં 'ને પડશે કોઈનો સાદ,
નીકળી જ પડશે એ સુકાયેલી આંખોથી આંસુ,
યાદ કરી,તુજ ગળે કોઈ બીજાના નામનો હાર,
શ્વાસ ચાલશે 'ને જીવવું પણ પડશે ત્યાં સુધી,
સહારો બીજો નહિ પણ રહશે એક જ તુજ યાદ.
નીશીત જોશી 19.08.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો