શનિવાર, 16 ઑગસ્ટ, 2014
બનવું પડશે દુર્ગા
કેવો તે હળાહળ કળયુગનો બિહામણો કાળ છે?
રોજનો બાળકીઓ પર ગુજરતો અત્યાચાર છે,
એક "નિર્ભયા" ફક્ત નથી રહેતી રાજધાનીમાં,
ગામડાઓમાં પણ આવી અબળાઓ અપાર છે,
થાય છે નારી નું સન્માન ફક્ત હવે શબ્દો માં,
અહી તો દ્રોપદીનાં ચીરો રોજબરોજ હણાય છે,
નીતનવી રોજ બનાવી વાર્તા એ અબળાઓની,
ટેલીવિઝનની ચેનલો નાણાં કમાતી જણાય છે,
સુરક્ષા માગે કોની પાસે,બન્યા છે રક્ષક જ ભક્ષક,
છતાં ન માનજો ક્યારેય બાળકીનો જન્મ શ્રાપ છે,
કરે તો કરે કોના પર વિશ્વાસ બિચારી અબળાઓ,
આ જમાનામાં સગો બાપ પણ નરાધમ જણાય છે,
ઉઠવું પડશે હવે પોતે જ પોતાની એ સુરક્ષા કાજે,
બનવું પડશે દુર્ગા, ત્યારે જ મહિસાસુરનો સંહાર છે.
નીશીત જોશી 14.08.14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો