રવિવાર, 31 ઑગસ્ટ, 2014

બનાવી તુજ બુત, નમી લઈશ હું

sculptris-greek-statue_reference ટુકડાઓ માં જિંદગી, જીવી લઈશ હું , મળેલું ઝેર જિંદગી નું, પી લઈશ હું, મળશે અજાણ્યા પથે, બહુ અજનબી, દુશ્મનો ને પણ સાથે, લઇ લઈશ હું, હૃદય છે કાંચનું, એ હતું જ તુટવાનુ, સ્મિતના થીગડેથી, સીવી લઈશ હું, કોશિશ છે, ઉર્મીને શબ્દો આપવાની, રુધિર-સ્યાહીથી, કલમ ભરી લઈશ હું, મીણ પણ બની ગયું છે, હવે પથ્થર, બનાવી તેનું તુજ બુત, નમી લઈશ હું. નીશીત જોશી 24.08.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો