રવિવાર, 19 જુલાઈ, 2015
ईद मनाये कैसे
दिखा नहीं है चाँद, ईद मनाये कैसे,
छिपा कहीं है चाँद, ईद मनाये कैसे,
नजारा आज छत का हम देख लेते,
सुना वहीं है चाँद, ईद मनाये कैसे,
अता हो जाये इबादत गर खुदा करे,
चुप तो नहीं है चाँद, ईद मनाये कैसे,
तिश्नगी दिल की बुझी नहीं है अभी,
मिला नहीं है चाँद, ईद मनाये कैसे,
काश की मेरे बुलाने पे वो आ जाए,,
बैठा यहीं है चाँद, ईद मनाये कैसे !!
नीशीत जोशी 18.07.15
मेरे मालिक है आप
मेरे मुरशिद, मेरे रहबर, मेरे मालिक है आप,
हर एक कतरे में, मेरे आका, शामिल है आप,
हर पत्ता शज़र का, आपके इशारों पे झुमे,
मेरे हर अच्छे बुरे कर्मो से, वाकिफ है आप,
हर इल्म के दाता,और रहमतो के भंडार हो,
पुरी दुनिया को,सबक देने के, माहिर है आप,
हर करिश्मा-ए- तुर्बत, जागीर है आपकी,
हर एक नमाज़ी के, बेश़क खादिम है आप !!
नीशीत जोशी 16.07.15
શબ્દો
થ્યા જ્યાં રૂબરૂ નિ:શબ્દ બન્યા શબ્દો,
મૌન શણગારવા પાંગળા રહ્યા શબ્દો,
મળતાજ હર્ષ ઉજાગર થયો આંખેથી,
અને વિયોગે નયનેથી વહ્યા શબ્દો,
ઢાંકપીછોડો કરવામાં કાબેલ જે હતા,
વાચાળ થ્યા ઘાવ અને સ્ફૂર્યા શબ્દો,
ધ્રુજતા અધર વર્ણવે જોને દર્દ કેટલું,
વેદના વમળ સંગ તણાઈ ગ્યા શબ્દો,
છે પ્રેમની આગ,તો ધુમાડો પણ ઉઠશે,
દર્દ વેદનાના આ પર્યાય થ્યા શબ્દો.
નીશીત જોશી 15.07.15
जिंदगी यूंही तमाम होती है
मत्ला का शेर, मशहूर गीतकार और शायर श्री प्रेम धवन जी का लिखा हुआ है !
"सुबह होती है शाम होती है,
जिंदगी यूंही तमाम होती है,"
रहते है महफिल में खोये से,
मय बेवजह बदनाम होती है,
हुजुम यादों का गर आ जाए,
फिर दिवानगी आम होती है,
समझते है पागल दुनियावाले,
जब गुमशुुदगी दवाम होती है,
लोग ढूंढते है उन्हे काफिले में,
ये मुहब्बत जब ग़ाम होती है !
नीशीत जोशी 13.07.15
(दवाम=lasting,ग़ाम=stop)
રવિવાર, 12 જુલાઈ, 2015
શ્વાન સ્વભાવે ભસશે હવે
બારણું બંધ કરશે હવે,
ક્યારે તે ઉઘડશે હવે,
યાદ છે આગલું પાછલું,
ક્રોધથી એ ત્રાટકશે હવે,
કેમ ન માન્યો મનાવ્યે,
માન ખુદનું ઘટશે હવે,
વીજળી જેમ ચમકશે,
હથ્થે જો કો' ચડશે હવે,
પાલતું છે, ઘરમાં રહે,
શ્વાન સ્વભાવે ભસશે હવે.
નીશીત જોશી 12.07.15
वोह जब से मेरी जाँ हो गयी
वोह जब से मेरी जाँ हो गयी,
कामिल हर इम्तिहाँ हो गयी,
फूल बागों में मुश्कुराने लगे,
फूलो से मेरी पहेचाँ हो गयी,
रकीब बन गए दोस्त अब तो,
दुनिया मुझ पे मेहरबाँ हो गयी,
अशआर लिखे कुछ वरक पे,
ग़ज़ल दिल की जूबाँ हो गयी,
तू नज़र आये हर जगह मुझे,
हर हरकत मेरी नादाँ हो गयी !
नीशीत जोशी (कामिल=complete) 10.07.15
અજબ શહેર છે
અજબ શહેર છે, ને આ શહેરના રિવાજો,
બહેરાઓના શહેરમાં, ગુંગા કરે અવાજો,
અંતર અજવાળી, ભજવાના હોય ઇશ્વરને,
થઈ મસ્જીદે અઝાન, પઢે સૌ સાથે નમાજો ,
હજીએ અછૂતોની વ્યથા, એની એ જ રહી છે,
સ્વિકારે નહીં એમેને, તંગદિલ કુંઠિત સમાજો,
ટેવાયા જીવવા એકલવાયુ, જીવન શહેરોમાં,
મહેમાનો માટે, ઉઘડતો નથી કદીએ દરવાજો,
પોતાની કહેવી છે, સંભાળનાર કોઈ મળે નહિ,
એક એક ઝિંદગી, ઉપાડે અહી ખુદનોજ જનાજો.
નીશીત જોશી 09.07.15
મંગળવાર, 7 જુલાઈ, 2015
चल तेरी मेरी कहानी को मुुकाम दे
चल तेरी मेरी कहानी को मुुकाम दे,
फिर तेरे मेरे इश्क को अंजाम दे,
कल की बातों को दरकिनार कर के,
चल खामोशी के लफ्ज़ को सलाम दे,
बरहा सांसे जो चले अपनी धून में,
चल धडकनो को एक नया कलाम दे,
कर लेना वादे पुरा होने का इंतजार,
चल इंतकामको भी नया एक काम दे
फिर आसानी से एक मुलाकात करें,
ज़ब्तमें रखे जज्बातोको प्यार नाम दे
नीशीत जोशी 07.07.15
ऐ जिंदगी बता तुझे मैं कैसी लिखूँ
ऐसी लिखूँ तुझको या वैसी लिखूँ ,
ऐ जिंदगी बता तुझे मैं कैसी लिखूँ,
तू कहे तो तेरा वो फलसफा लिखूँ,
मुराद लिखूँ या तसल्ली जैसी लिखूँ,
अर्श पे लिखूँ कहे तो फर्श पे लिखूँ,
जिंदगी है जैसी मैं तुझे वैसी लिखूँ,
सन्मान लिखूँ या अपमान लिखूँ ,
कलम हो खूँ से भरी ऐसी लिखूँ,
आगोश में वह आती महबूबा लिखूँ,
ऐ जिंदगी बता तुझे मैं कैसी लिखूँ !
नीशीत जोशी 01.07.15
રાધા તૂ આમ શાને રડે છે
રાધા તૂ આમ શાને રડે છે,
કાનો પ્રેમ એક તુજને કરે છે,
ગોપીઓ સંગ તૂ પણ તો છે,
શંકાઓમાં પછી શાને સરે છે,
.....રાધા તૂ આમ શાને રડે છે
સૂર વાંસળીના છે ફક્ત તારા,
કાને અફવાઓને શાને ધરે છે,
.......રાધા તૂ આમ શાને રડે છે
નથી હું દૂર તુજ દિલે વસુ છું,
વિરહમાં ડુસકા શાને ભરે છે,
....રાધા તૂ આમ શાને રડે છે
ન વિચાર તૂ વૃદાંવન ને સુનુ,
યમુના તટથી તૂ શાને ડરે છે,
....રાધા તૂ આમ શાને રડે છે
નીશીત જોશી 29.06.15
જિંદગી તુજને ક્યાં જાણી છે
જિંદગી તુજને ક્યાં જાણી છે,
મોત થી તું ક્યાં અજાણી છે,
વીતેલી વાતોને કરીને યાદ,
બધાએ ખુબ ખુબ વખાણી છે,
જોઈ કેસૂડાને થયા'તા ખુશ,
ખુશ્બુ ચંપાની ક્યાં માણી છે,
છુપાવવા આંસૂ ભીંજાઈ જવું,
જોનારા કહશે આતો પાણી છે,
પાસાની બંને બાજુઓની જેમ,
તૂ તો સુખ દુઃખમાં સમાણી છે.
નીશીત જોશી 27.06.15
वह मेरा बेसब्र चश्मबरा होगा
समंदर पे भी कभी किसीका पहरा होगा,
इसलिये आँखों में ही आंसू ठहरा होगा,
काहे बात पुछता है वह मेरे उल्फत की,
मेरा दावा है वह भी उससे गुजरा होगा,
दिखती है ख्वाबो में भी तस्वीर धुंधली,
लगता है उनके नजदीक ही सहरा होगा,
हो गया हो उनका दिल बेचैन मेरे लिए,
इसीलिए वह मेरा बेसब्र चश्मबरा होगा,
घेरा हो सकता है हिज्र के ग़म ने उसे,
इसीलिए वह यहाँ हुआ ग़ज़लसरा होगा !!
नीशीत जोशी
(सहरा=desert, चश्मबरा= waiting to welcome, ग़ज़लसरा = one who sings ghazals) 25.06.15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)